ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ 2023 ઓસ્કાર એવોર્ડ્સ માટે નોમિનેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 19:56:42

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ને ભારત તરફથી દર વર્ષે ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવતી ફિલ્મોમાં આ વખતે 2023 ઓસ્કાર એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવી છે. 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતના સબમિશન તરીકે રજુ કરવામાં આવશે. વિશ્વભરના ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવેલી આ ફિલ્મે એસએસ રાજામૌલીની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.


ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ઓસ્કાર એવોર્ડ 2023 માટે ભારતમાંથી સત્તાવાર એન્ટ્રી માટે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ની પસંદગી કરી હોવાની જાહેરાત કરી હતી. 'છેલ્લો શો'ફિલ્મના ડિરેક્ટર પાન નલિન છે.છેલ્લો શો ફિલ્મને પાન નલિન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ અને પરેશ મહેતાએ અભિનય કર્યો છે. આ ફિલ્મનું પ્રીમિયર 2021માં 'ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ'માં થયું હતું. ઑક્ટોબર 2021માં, છેલ્લો શો ફિલ્મે 66માં 'વૅલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં ગોલ્ડન સ્પાઇક એવોર્ડ પણ જીત્યો હતો. જો કે, આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ  કરવામાં આવી નથી. 


ફિલ્મ ‘છેલ્લો શૉ’ના ડિરેક્ટરે ટ્વીટ કરી આભાર માન્યો


ડિરેક્ટર પાન નલિને પોતાની ફિલ્મ છેલ્લો શૉને ઑસ્કરમાં ભારત તરફથી સત્તાવાર નોમિનેશન પર પ્રતિક્રિયા આપતાં ટ્વીટ પર ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા તેમજ FFIની જ્યૂરીનો આભાર માન્યો છે.


ફિલ્મની કહાની શું છે?


આ ફિલ્મની કથાની પૃષ્ઠભૂમિ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનું એક આંતરિયાળ ગામડું છે. વાર્તામાં એક 9 વર્ષનો છોકરો છે અને તેનું નામ સમય છે. સમય ફિલ્મ જોવા માટે સખત મહેનત કરે છે. આ છોકરો ફિલ્મ જોવા માટે શાળાએ પણ જતો નથી. આ દરમિયાન તે ફિલ્મ થિયેટરના સંચાલક સાથે દોસ્તી કરીને ફિલ્મ જોવા માટે સંચાલકને ટિફિન પણ મોકલાવે છે. બાળક ગરમીઓમાં પ્રોજેક્શન બૂથથી ફિલ્મો જુએ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?