યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પરીક્ષામાં ગુજરાતના 16 ઉમેદવારો પાસ થયા છે, જેમના નામ અહીં આપવામાં આવ્યા છે.
આ છે સફળ ગુજરાતી ઉમેદવારો
UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોમાંઆ છે સફળ ગુજરાતી ઉમેદવારોમાં 1-અતુલ ત્યાગી 2-વિષ્ણુ સશિકાર 3-ચંદ્રેશ શખાલા 4-ઉત્સવ જોગણી 5-માનસી મિણા 6-કાર્તિકે કુમાર 7-મૌસમ મહેતા 8-મયુર પરમાર 9-આદિત્ય અમરાણી 10-કેયુર કુમાર પારગી 11-નયન સોલંકી 12-મંગેરા કૌશિક 13-ભાવનાબેન વઢેર 14-ચિંતન દુધેલા 15-પ્રણવ ગાઇરોલા, 16-દુષ્યંત ભેડાનો સમાવેશ થયા છે.
યુવતીઓએ બાજી મારી
UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં ટોપ 4માં યુવતીઓએ બાજી મારી છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ મેળવ્યુ છે, સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ છઠ્ઠા ક્રમે આવી છે.