Gujaratના યુવાનનું અકસ્માતને કારણે થયું Americaમાં મૃત્યુ, મોતનું કારણ સાંભળી તમે હચમચી જશો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-04 13:14:11

ભારતીયોને વિદેશમાં જઈ વસવાનો શોખ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક પરિવારો એવા હશે જેના પરિવારના સભ્યો વિદેશમાં વસતા હશે. અનેક લોકો વસવાટ માટે વિદેશ જતા હોય છે તો અનેક લોકો ફરવા જતા હોય છે. ત્યારે પાટણનો વતની અને મૂળ વડોદરામાં રહેતા યુવક અમેરિકા ગયો હતો ત્યાં તે દુર્ઘટનાનો શિકાર થઈ ગયો હતો. પ્રવાસ દરમિયાન થયેલી ગોઝારી ઘટનામાં દર્શિલ ઠક્કર નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના કેવી રીતે બની તે અંગેની વાત કરીએ તો યુવક ટેક્સાસના હ્યુસ્ટનમાં રેડ સિગ્નલ હોવાને કારણે રોડ ક્રોસ કરવા લાગ્યો પરંતુ તે રોડ ક્રોસ કરે તે પહેલા જ સિગ્નલ ગ્રીન થઈ ગયું અને ગાડીઓ તેના પર ચઢી ગઈ અને તેનું કમકમાટી ભર્યું મોત થઈ ગયું.     



અમેરિકામાં થયો ગુજરાતીનો અકસ્માત 

ઘણા સમયથી વિદેશ જઈ વસવાનો ક્રેઝ ભારતીયોમાં અને તેમાં પણ ખાસ ગુજરાતીઓમાં જોવા મળી રહ્યો છે. કોઈ લોકો ત્યાં વસવા માટે જાય છે તો કોઈ લોકો ત્યાં ફરવા જાય છે. વિદેશમાં ગયેલા લોકો અનેક વખત અકસ્માતનો ભોગ બની જતા હોય છે. અકસ્માતોની સંખ્યામાં એમ પણ ધરખમ વધારો જોવા મળે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. એ ઘટનામાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા ત્યારે આવો જ એક અકસ્માત અમેરિકામાં બન્યો છે. 


અમેરિકામાં જ કરાશે દર્શિલના અંતિમસંસ્કાર 

દર્શિલ ઠક્કર વિઝીટર વિઝા પર ફરવા માટે અમેરિકા પોતાના મિત્રો સાથે ગયો હતો પરંતુ તે ત્યાં અકસ્માતનો ભોગ બની ગયો અને પોતાનું જીવન તેણે ગુમાવવું પડ્યું. 31  જુલાઈના રોજ અકસ્માત સર્જાયો હતો. એ અકસ્માત એટલો ગંભીર હતો કે તેનો મૃતદેહ ભારત લાવી શકાય તેવી હાલતમાં નથી. મળતી માહિતી અનુસાર અમેરિકામાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


પરિવારને અમેરિકા લઈ જવા માગતો હતો દર્શિલ ઠક્કર! 

દર્શિલ સાથે તેના પરિવારના સભ્યો સંપર્કમાં હતા. જ્યારે જ્યારે પરિવારના સભ્યો સાથે વાત થતી ત્યારે ત્યારે તે કહેતો હતો કે તમારે પણ અમેરિકા ફરવા આવવું જોઈએ. તેના પિતાને તેણે કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે તમે અહીં ફરવા આવો. મળતી માહિતી અનુસાર જે સમયે આ અકસ્માત સર્જાયો તે સમયે તે પરિવારના સભ્ય સાથે ફોન પર વાત કરી રહ્યો છે. અચાનક તેનો ફોન પડી ગયો અને સંપર્ક તૂટી ગયો. અને પછી દર્શિલ સાથે વાત થઈ ન હતી. 


અજાણ્યા વ્યક્તિએ અકસ્માત અંગે દર્શિલના પરિવારને જાણ કરી!

પરંતુ વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન રિસીવ કર્યો અને કહ્યું કે તેનો(દર્શિલ)નો અકસ્માત થઈ ગયો છે. આ અકસ્માતની જાણ દર્શિલના મિત્રને કરવામાં આવી અને તે ઘટનાસ્થળ પર પહોંચ્યો અને દર્શિલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત થયેલા દર્શિલને હોસ્પિટલમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. મળતી માહિતી અનુસાર રાજ્યસભાના સાંસદ તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પીએમઓમાંથી માહિતી મંગાવી અને દર્શિલના મૃતદેહને ભારત લાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ પોસ્ટમોર્ટમ બાદ જાણ થઈ કે મૃતદેહને ભારત લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી જેને લઈ દર્શિલનો અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે, 


અકસ્માતમાં અનેક પરિવાર વિખેરાયા છે... 

મહત્વનું છે અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સ્વજન ગુમાવ્યા છે. અનેક પરિવારો વિખેરાઈ ગયા છે અકસ્માતોમાં. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં પરિણમતી હોય છે. દર્શિલના મૃત્યુથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?