ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીએ વિરામ લીધો છે. થોડા દિવસોથી ઠંડીથી રાહત મળી છે. પવન તેમજ ઠંડી ઘટવાને કારણે ઓછી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ઉત્તરાયણના દિવસો દરમિયાન પવનનો સાથ મળી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉત્તરાયણમાં મળશે પવનનો સાથ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 13 જાન્યુઆરી બાદ શીતલહેરનો અનુભવ થવાનો છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. આગામી અઠવાડિયા દરમિયાન ખતરનાક ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો બાદ ઉત્તરાયણનો પર્વ આવવાનો છે. તે પર્વ દરમિયાન જો પવનનો સાથ મળી રહે છે તો પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આવનાર દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ
14 જાન્યુઆરી દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો પારો ઘટ્યો છે. તાપમાનનો પારો વધ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન વધવાને કારણે હુંફાળી ગરમીનો અહેસાસ થયો છે. ઠંડી ઘટવાને કારણે લોકોએ પણ ઠંડીથી છુટ્કારો મેળવ્યો હતો પરંતુ 13 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો સામનો કરવા તૈયાર થવું પડશે. નલિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. ઠંડીનો અહેસાસ કરવા અનેક લોકો માઉન્ટ આબુમાં ગયા છે. માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જેને કારણે પ્રવાસીઓને મજા આવી રહી છે.