Gujaratમાં 33 જિલ્લાઓને બદલે હવે 36 જિલ્લા થશે? અસ્તિત્વમાં આવી શકે છે આ 3 જિલ્લાઓ.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-25 14:00:37

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે, અખબારોમાં આપવામાં આવતી માહિતી અનુસાર કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં કરી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે..  અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદને જિલ્લાનું બિરૂદ મળી શકે છે. ઉપરાંત નવા તાલુકા તેમજ નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે..


આ જિલ્લાઓનું થઈ શકે છે વિભાજન!

જ્યારે નવા જિલ્લા અથવા તો કોર્પોરેશનનું વિભાજન થાય છે ત્યારે તે વિસ્તારનો વિકાસ ઝડપી થાય છે.. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર 2024 પૂર્ણ થાય તેની પહેલા આ નવા જિલ્લાઓની રચના થઈ શકે છે. માહિતી પ્રમાણે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનું વિભાજન કરી વિરમગામ તરીકે નવો જિલ્લો બનાવામાં આવી શકે છે.. તે ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરી વડનગર જિલ્લો બનાવાઈ શકાય છે.. તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ જિલ્લાનું વિભાજન કરી રાધનપુર અથવા તો થરાદ જિલ્લાને અસ્તીત્વમાં લવાઈ શકાય છે..


2013માં આ જિલ્લાઓ આવ્યા હતા અસ્તિત્વમાં 

મહત્વનું છે કે વિસ્તાર જેટલો નાનો હશે તેમાં કામો ઝડપથી થશે... જેને કારણે આ નિર્ણય લેવાનું સરકાર વિચારી રહી હોઈ શકે છે... 2013માં રાજ્ય સરકાર દ્વારા 7 જિલ્લાઓની રચના કરવામાં આવી હતી જેમાં અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટા ઉદેપુર, મહિસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાને નવા જિલ્લા તરીકે જાહેર કર્યા હતા. મહત્વનું છે કે આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થઈ શકે છે તેવી શક્યતા છે. તે સિવાય ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...