આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાની મુલાકાતે જશે. આવતીકાલે કુરુક્ષેત્રમાં યોજાનાર ઝીરો બજેટ ખેતીની બેઠકમાં હરિયાણા સરકાર ગુજરાત સરકાર સાથે ચર્ચા કરશે.
ગુજરાત અને હરિયાણાના મુખ્યમંત્રી મળશે
બેઠકમાં હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કૃષિ વિભાગના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે ઉપસ્થિત રહેશે. હરિયાણા સરકાર ઝીરો બજેટ ખેતી મામલે ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે. હરિયાણામાં ઝીરો બજેટ ખેતી કરનાર અને એક ગાય રાખનાર ખેડૂતને 25 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
શું હોય છે ઝીરો બજેટ ખેતી?
હરિયાણાના કૈંથલામાં ગુરુકુળ કુરુક્ષેત્રની 180 એકરની ભૂમિ પર શેરડી, ફળ અને શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો પણ કેવી રીતે ખેતી કરવામાં આવે છે તેની તાલિમ લેવા માટે કુરુક્ષેત્ર વિસ્તારમાં આવી રહ્યા છે.