બહુ ચર્ચિત Rajkot Loksabha બેઠક પર પરષોત્તમ રૂપાલા સામે Congress ઉતારશે પરેશ ધાનાણીને? સાંભળો આ મામલે શું કહ્યું લલિત કગથરાએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 15:42:40

જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જેના માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ ક્યારે ઉમેદવારના નામની જાહેરાત કરે છે તેની પર સૌ કોઈની નજર છે પરંતુ સૌથી વધારે રસપ્રદ બેઠક રાજકોટ લોકસભા બેઠક છે.. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ છે તો બીજી તરફ એવી ચર્ચાઓ છે કે કોંગ્રેસ આ બેઠક પર પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે... 

રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી હોઈ શકે છે ઉમેદવાર 

ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા તબક્કાવાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવાર જાહેર થયા છે પરંતુ અનેક એવી બેઠકો છે જ્યાં ઉમેદવારને લઈ સસ્પેન્સ બન્યો છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી તેમાં રાજકોટ, મહેસાણા ,અમદાવાદ પૂર્વ તેમજ નવસારી બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતારી શકે છે. હજી સુધી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે પરેશ ધાનાણી ચૂંટણી નથી લડવાના પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે માની ગયા છે... 


11 એપ્રિલે કોંગ્રેસ ઉમેદવારના નામની કરી શકે છે જાહેરાત 

એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાતની ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી જાહેર કર્યા. એવી માહિતી સામે આવી છે કે 11 એપ્રિલ બાદ ઉમેદવારના નામની જાહેરાત કોંગ્રેસ કરી શકે છે. બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તેની પર તો સૌ કોઈની નજર રહેલી છે પરંતુ રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે તેની પર બધાની નજર રહેલી છે. આ બેઠક હાલ ચર્ચામાં છે કારણ કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પરેશ ધાનાણીને કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી ટિકીટ આપી શકે છે તેવી માહિતી સામે આવી છે.   


ચાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારના નામ નથી કર્યા જાહેર!

પરેશ ધાનાણીને લઈ અનેક વખત ચર્ચાઓ થઈ હતી કે તે ચૂંટણી નહીં લડે.. ચૂંટણી લડવાનો ઈન્કાર તેમણે કરી દીધો હતો તેવી માહિતી સામે આવી હતી પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને ચૂંટણી લડવા માટે મનાવાઈ લેવાયા છે. આ બધા વચ્ચે લલિત કગથરાની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં તે કહી રહ્યા છે કે ભાજપ રૂપાલાને હટાવે તો ધાનાણીને નહીં લડાવીએ. મહત્વનું છે કે બાકી રહેલી ત્રણ બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.... મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક પર આપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?