ગુજરાતીઓ ઠંડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.. ધીરે ધીરે ઠંડી લાગવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... બેવડી ઋતુનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે.. સામાન્ય રીતે આ સમયમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થઈ છે.... રાજ્યના 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવસોમાં આ તાપમાન વધુ ગગડી પણ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે...
ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન!
ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેવી વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે... લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.5 ડિગ્રી ઓછું નોંધાયું છે.. 15.8 ડિગ્રી તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે... દાહોદનું તાપમાન 16 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18.5 ડિગ્રી નોંધાયું છે... ડીસાનું તાપમાન 18.6 જ્યારે પોરબંદરનું તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું છે... તે ઉપરાંત રાજકોટનું તાપમાન 17.7 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે...
અંબાલાલ કાકાની આગાહી શું કહે છે?
આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે... તેમણે જણાવ્યું કે 20 તારીખ બાદ વધારે ઠંડીનો અહેસાસ થશે.. મહેસાણા, પાલનપુર, ગાંધીનગર.હિંમતનગર, પંચમહાલ જેવા વિસ્તારોમાં ઠંડીનો વધારે અનુભવ થશે... નવેમ્બરના અંત સુધીમાં એવી ઠંડી નહીં પડે જેટલી ઠંડી પડવી જોઈએ પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીની અનુભુતિ થશે.. છઠ્ઠી તારીખથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે.. પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...