Gujarat Weather - આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, ક્યાં થશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-08 16:55:59

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.. વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ હવે અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી થઈ રહ્યો.. રાજ્યમાં થોડા દિવસ પહેલા સારો વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસોમાં વરસાદ થાય તેવું લાગતું નથી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવતું હોય છે ક્યાં વરસાદ થવાની શક્યતા છે. અલગ અલગ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે.. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે...



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત 10મી તારીખની વાત કરીએ તો ભાવનગર, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




64 તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં...

મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદની ગતિ ધીમી થઈ ગઈ છે. સૌથી વધારે વરસાદ ખેડાના માતરમાં નોંધાયો હતો. તે ઉપરાંત ચિખલી, ધરમપુર, ફતેપુરા, આહવામાં પણ સારો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સિઝનનો 68 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે તમારે વરસાદ છે કે વરસાદે વિરામ લીધો છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...