હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. વહેલી સવારથી વરસાદી માહોલ રાજ્યમાં જામ્યો છે.. આગામી દિવસોમાં વધારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. કાકાની આગાહી અનુસાર જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી?
વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી છે. અનેક રાજ્યોમાં વરસાદ હજી ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. હવામાન વિભાગની તો આગાહી સામે આવી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. અને સાથે જ પૂરની સ્થિતિ આવે તેવી શક્યતા લાગે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે.
આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ
તે ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે પાંચમીથી 12મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર
મહત્વનું છે કે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. તે સિવાય 30 તારીખની વાત કરીએ તો અમદાવાદ ખેડા, ગાંધીનગર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી. જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..