ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે.. માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... 17 તારીખ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે..
પાકને થાય છે કમોસમી વરસાદથી ભારે નુકસાન
કમોસમી વરસાદ થવાને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ દયનિય બની જાય છે. પાક પર પાણી ફરી જાય છે... 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ
તે ઉપરાંત 16 તારીખે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 17 તારીખે નવસારી, વલસાડ, ડાંગ, દમણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વાતાવરણમાં આવેલા પલટાને કારણે કોઈ પણ સિઝનમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ઉનાળામાં પણ વરસી રહ્યો છે.