ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે.. સાંજના સમયે પવન હોય છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળે છે.. રાજ્યના અનેક શહેરો છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું છે મંગળવારે.. એક સમય હતો જ્યારે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ હવે ગરમીથી પીછો છૂટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. આગામી દિવસોમાં હજી પણ તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે..
પહેલા અનેક શહેરો માટે અપાતું હતું ઓરેન્જ એલર્ટ..
આ ઉનાળો આપણા માટે કપરો સાબિત થયો છે. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું પરંતુ ધીરે ધીરે ગરમીથી રાહત મળી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.. 40 ડિગ્રીથી નીચે અનેક શહેરોના તાપમાન મંગળવારે નોંધાયા હતા.. વહેલી સવારે પણ એવી કાળઝાળ ગરમીનો અહેસાસ થતો હતો તે હવે નથી થતો... એક સમય હતો જ્યારે અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.. અમદાવાદ માટે તો રેડ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે તો કોઈ પણ જગ્યા માટે એલર્ટ નથી આપવામાં આવ્યું. ક્યાંય કોઈ ચેતવણી આપવામાં નથી આવી..
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 41.8, ગાંધીનગરનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.4 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 43.0 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે..