Gujarat Weather Update - રાજ્યમાં આવતી કાલથી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપ્યું એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-08-07 16:22:15

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે.. આજે હવામાન વિભાગ દ્વારા કોઈ જગ્યા માટે એલર્ટ આપવામાં આવ્યું નથી.. આજે મેઘરાજાએ વિરામ લીધો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. હવામાન વિભાગે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. મેઘ ગર્જના થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે બફારાનું પ્રમાણ વધ્યું છે.


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતી કાલની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય નવમી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




47 જળાશયો સંપૂર્ણ ભરાયા..! 

તે સિવાય 10 તારીખ માટે કરેલી આગાહીની વાત કરીએ તો ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, વલસાડ. દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.  મહત્વનું છે કે સારો વરસાદ થવાને કારણે રાજ્યના 47 જળાશયો સંપૂર્ણ રીતે છલકાયા છે, માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સરદાર સરોવર ડેમ પણ 60 ટકા જેટલો ભરાયો છે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે