Gujarat Weather : કમોસમી વરસાદથી હમણાં નહીં મળે છુટકારો! જાણો માવઠાને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત શું કહી રહ્યા છે?


  • Published By :
  • Published Date : 2024-02-28 15:18:54

ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. શિયાળાની શરૂઆતમાં વરસાદ આવ્યો અને શિયાળાના અંતમાં પણ વરસાદ આવી રહ્યો છે. બપોરના સમયે ગરમી, સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદ સહિત અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બિમાર! 

કોઈ તમને પૂછે કે હમણાં કઈ સિઝન ચાલી રહી છે તો કદાચ તમે કન્ફ્યુઝ થઈ જશો કારણ કે બપોરે ગરમી, સવાર સાંજ ઠંડી અને ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે! એક સાથે ત્રણેય ઋતુનો અનુભવ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. બેવડી ઋતુને કારણે અનેક લોકો બિમાર પણ પડી રહ્યા છે. રોગચાળો પણ વકર્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડથે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. 



ક્યારે ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે એટલે કે પહેલી માર્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  તો શનિવારે કમોમસી વરસાદ આવી શકે છે. વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં શુક્રવારે હળવો વરસાદ વરસી શકે છે તો શનિવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

આવનાર દિવસોમાં કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.