Gujarat Weather : આ જગ્યાઓમાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ! હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-08 10:49:28

સામાન્ય રીતે જાન્યુઆરીમાં ઠંડીની આગાહી કરવામાં આવતી હોય છે. ક્યાં કેટલી ઠંડી પડશે, ક્યાં કેવું વાતાવરણ રહેશે પરંતુ આ વખતે વાતાવરણમાં એવા અલગ અલગ ચેન્જ આવી રહ્યા છે જેને કારણે કુદરતનું સંતુલન ડગમગી ગયું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે  શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. પરંતુ હવે ફરીથી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે.

As Per Unseasonal Rain Falls On Gujrat These District | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

અનેક વિસ્તારોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ!

ગુજરાતમાં જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું. નલિયા સૌથી ઠંડોગાર પ્રદેશ બન્યો હતો ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજથી કમોસમી વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી છે માવઠાની આગાહી?

કમોસમી વરસાદ થવાને કારણે ઠંડીનું જોર ઘટે તેવી પણ આગાહી કરવામાં આવી છે. માવઠા અંગે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તિથલ અને તેની આસપાસન વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પણ પડ્યા છે. 8 જાન્યુઆરી માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દિવમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ઠંડી અંગેની વાત કરીએ તો રવિવારે નલિયાનું તાપમાન 10.5 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 14.0 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 12.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 18.4, ભુજનું તાપમાન 12.8, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી નોંધાયું હતું, ભાવનગરનું તાપમાન 17.0, ઓખાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...