Gujarat Weather : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગના એલર્ટથી ખેડૂતો ચિંતિત, જાણો કયા વિસ્તાર માટે કરવામાં આવી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-02 12:06:45

ગુજરાતનું વાતાવરણ કોઈ તમને પૂછે તો જવાબ આપતી વખતે તમે confuse થઈ જશો કારણ કે રાજ્યમાં બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે અને વરસાદ ગમે ત્યારે વરસી શકે છે, શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો ત્યારે વિદાય લેતી વખતે પણ વરસાદ આવી રહ્યો છે. પેહલી અને બીજી માર્ચ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આગાહી સાચી પણ સાબિત થઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. 

રાજ્યના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!  

ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શિયાળાના દિવસો દરમિયાન પણ બપોરના સમયે એવી ગરમી લાગતી હતી કે લોકો કહેતા હતા કે શિયાળામાં આવી હાલત છે તો ઉનાળામાં શું થશે? શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે હવે ઉનાળાની શરૂઆત પહેલા કમોસમી વરસાદ આવી રહ્યો છે રાજ્યના અનેક ભાગોમાં. 



હવામાન વિભાગે આ જગ્યાઓ માટે એલર્ટ કર્યું જાહેર 

રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું વરસ્યું છે. સાર્વત્રિક કમોસમી વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 20થી વધુ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એલર્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. 



અનેક જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ, અમરેલીમાં આપ્યું છે ઉપરાંત ગીરસોમનાથ, બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર તેમજ અમદાવાદમાં પણ કમોસમી વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  પાટણના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો ઉપરાંત વાતાવરણ પણ વાદળછાયું લાગતું હતું. 

 

હવામાન પર આધાર હોય છે ખેતીનો!

મહત્વનું છે કે વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર આપણને ના થાય પરંતુ આ વાતાવરણમાં થતા ચેન્જની અસર ખેડૂતોને સીધી રીતે થાય. હવામાન પર ખેતી આધારિત રહેતી હોય છે અને જો હવામાનમાં કોઈ પણ ફેરફાર આવે છે તો ખેડૂતોને રડવાનો વારો આવે છે.જ્યારે વરસાદ જોઈતો હોય છે ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે વરસાદ નથી જોઈતો ત્યારે વરસાદ આવે છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.