Gujarat Weather : આજે આ વિસ્તારોમાં થઈ શકે છે મેઘમહેર, આજે આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-12 12:12:50

ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે.. ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થયું છે.. આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા હતા. 40 ડિગ્રીની ઉપર તાપમાન રહેતું હતું અનેક વિસ્તારોનું જેને કારણે ગરમીનો અહેસાસ વધારે થતો હતો. ગરમીમાંથી ક્યારે મુક્તિ મળશે તે પ્રશ્ન અનેક લોકોના દિમાગમાં હતો. ક્યારે વરસાદ આવશે અને ક્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરશે તેની રાહ જોવાઈ રહી હતી. શનિવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા...


મંગળવારે 26 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ પહેલા દસ્તક લઈ લીધી છે. ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ ગઈ છે.. એક તરફ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, ક્યાં વરસાદ થશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મંગળવારે કુલ 26 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે મહીસાગરના સંતરામપુરમાં વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


ક્યાં આવી શકે છે વરસાદ? 

13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ગરમીથી તો રાહત મળી છે પરંતુ બફારાને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે.. 



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.