રાજ્યમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.... કોઈ જિલ્લા માટે વરસાદની આગાહી કરાઈ છે તો કોઈ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું.. મહત્વનું છે કે વલસાડ માટે આગામી દિવસો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે..
47 ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન!
એક તરફ અનેક જિલ્લાલઓ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો નીચે આવ્યો જેને કારણે ઠંડક પ્રસરી છે.. પરંતુ ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો વધી શકે છે.. એવી વાત સામે આવી હતી કે 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાની સંભાવનાઓ છે... બુધવારે અમદાવાદનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું પરંતુ ગુરૂવારે તાપમાન 43.6 ડિગ્રી પર પહોંચી ગયો.. 17 તારીખ બાદ ગરમીનો પારો સતત વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી હતી.. હીટવેવની આગાહી કરવામાં આવતા લોકોમાં ચિંતા વધી ગઈ હતી..
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું પણ તાપમાન 43.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.5 જ્યારે ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 42.2, સુરતનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય નલિયાનું તાપમાન 38.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 42.9 ડિગ્રી નોંધાયું છે.. અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાય રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજૂ પણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...
આગામી દિવસોમાં વધી શકે છે તાપમાન
આ વર્ષે ચોમાસુ વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વધતી ગરમીને કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ત્યારે તમે પણ પોતાની જાતનું ધ્યાન રાખો.. વધારે પાણી પીવો, લિક્વીડ પદાર્થોનું સેવન કરો, જરૂરી કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો નિકળો છો તો સાવધાની રાખો..