Gujarat Weather : આગામી કલાકો ગુજરાતના આ વિસ્તારો માટે ભારે... જાણો કયા વિસ્તાર માટે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-04 15:15:35

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘો મન મૂકીને વરસી રહ્યો છે.. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કડીમાં વરસ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ અપાઈ રહ્યું છે.. આગામી દિવસો દરમિયાન ક્યાં વરસાદ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ

આજ માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર બનાસકાંઠા. સુરત, નર્મદા, તાપી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, દાહોદ,મહીસાગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. છઠ્ઠી તેમજ સાતમી તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.