ગરમીનો પારો સતત વધ્યો હતો થોડા દિવસો પહેલા.. તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો પરંતુ ધીરે ધીરે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.. અનેક જગ્યાઓનું તાપમાન 43 નજીક પહોંચી ગયું છે.. આગામી દિવસોમાં ગરમી ઘટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. એક સમય એવો હતો કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે ઓરેન્જ એલર્ટને હટાવી દેવામાં આવ્યું છે.. 27 મે માટે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં હીટવેવની આગાહી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઉપરાંત કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગરમીથી મળી શકે છે આંશિક રાહત
રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. આ વખતનો ઉનાળો કાઠો પૂરવાર થયો.. આગાહી કરવામાં આવી હતી કે આ વખતનો ઉનાળો અસહ્ય રહેશે અને તેવું જ થયું. તાપમાનના પારામાં સતત વધારો થયો.. ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી હોય તેવું લાગ્યું.. વહેલી સવારથી ગરમીનો અનુભવ આપણને થવા લાગતો, બપોરના સમયે જો ઘરની બહાર નિકળવાનું થાય તો અનેક વખત વિચાર કરવો પડતો પરંતુ ધીરે ધીરે કાળઝાળ ગરમીમાંથી આપણે નોર્મલ ગરમી તરફ આગળ વધી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ક્યાં કેટલું નોંધાયું?
રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું.. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી, જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું, વડોદરાનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 39.9 તાપમાન નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે.. રાજકોટનું તાપમાન 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગરમીથી રક્ષા મેળવવા શું કરવું જોઈએ?
મહત્વનું છે કે ગરમી વધવાને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે. હીટસ્ટ્રોક લાગવાથી લોકોને ઉલ્ટી થઈ રહી છે.. લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે. લૂના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. આ સમય દરમિયાન આછા રંગના કપડા પહેરવા જોઈએ. વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. તમે તમારા પરિવારનું ધ્યાન રાખો..