ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરી એક વખત અમદાવાદમાં તાપમાનના પારાએ 45 ડિગ્રીની હદને વટાવી દીધી છે.. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.. વરસાદનું આગમન ક્યારે થાય તેની રાહ ઘણા સમયથી લોકો જોઈ રહ્યા છે... છેલ્લા અનેક દિવસોથી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું પરંતુ હવે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી નથી.. સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું...
લાગતું હતું કે ઘટી જશે તાપમાન પરંતુ...
કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાત વાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે લોકો સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હવે ખમ્મા કરો.. 47 ડિગ્રીને પાર પણ તાપમાન એક વખત પહોંચી ગયું હતું ગુજરાતમાં.. ગરમીથી થોડી આંશિક રાહત મળી હતી પરંતુ તે માત્ર જાણેએક દિવસ પૂરતી સિમીત હોય તેવું લાગ્યું.. તાપમાનના પારામાં ઘટાડો થયો પરંતુ ફરી એક વખત વધારો નોંધાઈ રહ્યો છે.. થોડા સમય બાદ ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું.. ગાંધીનગરનું તાપમાન 44.5 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.6 જ્યારે દમણનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું થે, ઓખાનું તાપમાન 35.8 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટનું તાપમાન 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 4 જૂન સુધીમાં વરસાદ થઈ શકે છે..