રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. સૌથી વધારે સુરતના પલસાણામાં તેમજ જૂનાગઢના માણાવદરમાં વરસાદ ખાબક્યો છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..
આજ અને આવતી કાલ માટેની જાણી લો આગાહી
તે સિવાય બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ તારીખો દરમિયાન અહીંયા જામશે વરસાદી માહોલ
ત્રીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..
ગરમીથી મળશે રાહત તેવી લોકોને આશા
તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ગાંધીનગર માટે યલો એલર્ટ જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની પધરામણી થતા લોકોને આશા જાગી છે કે ગરમીથી જલ્દી રાહત મળશે..
ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સૌથી વધારે વરસાદ ક્યારે પડ્યો તેની વાત કરીએ તો સુરતના પલસાણામાં 211 એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના માણાવદરમાં 210 એમએમ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત સુરતના મહુવામાં 171એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના વંથલીમાં 154 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય પોરબંદરના કુતિયાણામાં 146 એમએમ વરસાદ વરસ્યો છે.. ત્યારે તમારે ત્યાં કેવો છે માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો..