ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી વરસી રહ્યો.. અમુક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવનાર બે દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે..
આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... મોટા ભાગના વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આ વિસ્તારો માટે પણ આપવામાં આવ્યું છે યલો એલર્ટ
તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા. ભરૂચ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોઈ જગ્યા પર વધારે વરસાદ વરસ્યો છે તો કોઈ જગ્યા પર વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસેલા એવરેજ વરસાદની વાત કરીએ તો 71 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે.. મહત્વનું છે કે વરસાદ થતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ડેમો પાણીથી છલકાયા છે.. વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતા પણ ઘટી છે. ત્યારે તમારા ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.