Gujarat Weather - જન્માષ્ટમીના દિવસે વરસાદ ગુજરાતને ઘમરોળશે, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું Red Alert, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-26 10:52:45

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે..



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અતિભારે વરસાદ થવાની શક્યતાઓ અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તિવ્રતા વધી છે. આજે જે વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દાદરા નગર હવેલી, દમણનો સમાવેશ થાય છે.જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



કેવું રહેશે આવતી કાલે હવામાન?

તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીગનર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતી કાલ એટલે 27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, આણંદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



244 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે કરી ધમાકેદાર બેટિંગ

28 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 29 તારીખ માટે પણ અનેક વિસ્તારોમાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 244 તાલુકમાં વરસાદ વરસ્યો છે.. તમારે ત્યાં કેવો માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .