ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે... ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે.. બે ત્રણ દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો તો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા.. જૂનાગઢમાં તો જાણે નદીઓ વહેતી હોય તેવું લાગે છે..તે ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.. અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે... ત્યારે આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..
કયા વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે... તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ. નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ, અરવલ્લી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે...
પરેશ ગોસ્વામીની આગાહી શું છે?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા ઓછી છે.. તે સિવાય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડમાં આજે વરસાદ જોવા મળી શકે છે.. મહત્વનું છે કે આ વખતનું ચોમાસુ લાંબુ છે.. સારો વરસાદ થવાને કારણે રાજ્યમાં અત્યારસુધીમાં અનેક ડેમો ભરાઈ ગયા છે...179 જેટલા જળાશયો હાઈએલર્ટ પર છે અથવા તો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..