ફરી ત્રાટકશે વણનોતર્યું માવઠું, રાજ્યમાં 4 મેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-02 17:04:19

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના ભણકારા વાગી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની ફરી એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના આગામી 5 દિવસમાં રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની આગાહી કરી છે.


ચોથી તારીખથી ધોધમાર વરસાદ 


હવામાન વિભાગના અનુસાર, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચોથી તારીખથી ધોધમાર વરસાદ પડશે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ભરૂચ અને વડોદરામાં વરરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.


ગાજવીજ સાથે હળવું વરસાદી ઝાપટું


રાજ્યમાં અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત વણનોતર્યું માવઠુ ત્રાટકવાની શક્યતા છે.  


તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત


રાજ્યમાં વરસાદી માહોલ છે તેના કારણે તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી, પરંતુ આગામી ત્રણ દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે. જે પછી એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ ડૉ. મનોરમા મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં ભેજ વધવાથી તાપમાનમાં ઘટાડો થયો છે.



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..