ગુજરાતના લોકો કાળઝાળ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... મે મહિનામાં ગરમીનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગરમીએ ગુજરાતમાં 45 ડિગ્રી તાપમાનને વટાવી દીધું છે.. રાજ્યના અનેક ભાગોના વિસ્તારો એવા હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી ઉપર નોંધાયું હોય.. સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું નોંધાયું છે 45.3 જ્યારે અમદાવાદનું તાપમાન 44.9 ડિગ્રી નોંધાયું છે..
ઉનાળાની થઈ હતી આકરી શરૂઆત
કાળઝાળ ગરમીનો અહેસાસ હમણાં રાજ્યવાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનો આંકડો જાણે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે તેવું લાગી રહ્યું છે.. આ વર્ષની ગરમી આકરી રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. ઉનાળાની શરૂઆતમાં તાપમાનનો પારો એટલો બધો હતો કે લોકો વિચારતા હતા કે હમણાં આ હાલત છે તે મે મહિનામાં શું થશે?
ચોમાસાની જોવાઈ રહી છે આતુરતાથી રાહ
મે મહિનામાં ભુક્કા બોલાઈ જાય તેવી ગરમી પડી રહી છે..45 ડિગ્રીનો આંકડો ગરમી પાર કરી ચૂકી છે.. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ તે બાદ ફરીથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે... હીટવેવની આગાહી પણ જાહેર કરવામાં આવી હતી.. પ્રતિદન ગરમીનો પારો વધી રહ્યો છે.. ચોમાસું ક્યારે બેસશે તેની આતુરતાથી રાહ લોકો જોઈ રહ્યા છે..
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું જ્યારે ડીસાનું તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું. તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 44.2, વડોદરાનું તાપમાન 44, વલસાડનું તાપમાન 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજનું તાપમાન 42.8 ડિગ્રી, અમરેલી - ભાવનગરમાં 44.6 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું જલ્દી બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..