એક તરફ લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ ગરમી ઓછું થવાનું નામ જ નથી લઈ રહી... અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ હજી પણ ગુજરાતમાં ગરમીનો અહેસાસ થાય છે.. 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે તાપમાનનો પારો 46 ડિગ્રી આસપાસ નોંધાયું હતું પરંતુ તાપમાનનો પારો ગગડ્યો છે. રવિવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.. થોડા દિવસો હજી ગરમી સહન કરવી પડે છે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે..
ગરમીથી હમણાં નહીં મળે રાહત!
ગુજરાતમાં અસહ્ય ગરમીનો અહેસાસ થયો હતો. અનેક જિલ્લાઓ હતા જ્યારે ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવતા હતા, પરંતુ ધીરે ધીરે એલર્ટ હટતું ગયું અને સામાન્ય તાપમાન નોંધાવા લાગ્યું.. ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન ફૂંકાયા છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી છે.. ગરમીથી એકદમ રાહત મળે તે માટે હજી રાહ જોવી પડશે તેવું લાગે છે.. રવિવારે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું તાપમાન નોંધાયું છે. તે સિવાય અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે..
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
રવિવારે ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 35.7 ડિગ્રી. દમણનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. કંડલા પોર્ટનું તાપમાન 35.9 ડિગ્રી નોંધાયું છે.
સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન
તે સિવાય અમરેલીનું તાપમાન 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભાવનગરનું તાપમાન 37.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વેરાવળનું તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય મહુવાનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે કેશોદનું તાપમાન 37.8 તાપમાન નોંધાયું છે. તમારે ત્યાં કેટલું તાપમાન નોંધાયું તે અમને કમેન્ટમાં જણાવો..