Gujarat Weather : બફારા અને ઉકળાટથી લોકો પરેશાન! આજે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદની બેટિંગ, વરસાદને લઈ શું કરી છે હવામાન વિભાગે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-19 13:25:01

ગુજરાતમાં આ વખતે ધાર્યા કરતા પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ.. ચાર દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી તો લઈ લીધી પરંતુ એન્ટ્રીની સાથે જ ચોમાસું નબળું પડી ગયું. રાજ્યમાં આ વખતે સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી,  છુટા છવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક કડાકા ભડાકા સાથે તો ક્યાંક ધીમી ધારે.. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી પડ્યો. ત્યાંના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ નથી આવતો જેને કારણે બફારાના પ્રમાણમાં વધારો થયો છે. બફારાને કારણે ઉકળાટ વધી ગયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

આજે અને આવતી કાલ માટે શું કરવામાં આવી આગાહી? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. ક્યાં વરસાદ વરસી શકે છે તેનું પુર્વાનુમાન આપવામાં આવે છે. ત્યારે 19 તેમજ 20 તારીખ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 




22 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મહીસાગર. દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 



ક્યાં કેટલો વરસાદ નોંધાયો?   

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34  તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વરસાદના આંકડાને લઈ જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, 26 એમએમ વરસાદ. તે સિવાય વલસાડના ધરમપુરમાં 25 એમએમ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય ભરૂચના અંકલેશ્વરમાં 19 એમએમ વરસાદ વરસ્યો છે. 


ખેડૂતોની જીંદગી હોય છે વરસાદ પર નિર્ભર!

આ વખતે ચોમાસું જલ્દી આવી ગયું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો વરસાદ આવશે. સારા વરસાદની આશા સાથે તેમણે વાવણી કરી પરંતુ ચોમાસું આવતાની સાથે જ ખેંચાઈ ગયું.. વરસાદ જોઈએ એવો નથી વરસી રહ્યો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આપણું જીવન વરસાદના આગમન પર તેના ખેંચાઈ જવા પર નિર્ભર નથી કરતું, તેનાથી આપણને directly અસર નથી થતી પરંતુ ખેડૂતો પર ખેતી પર આની સીધી અસર પડે છે. વરસાદ વધારે આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે અને વરસાદ ના આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે. મેઘરાજાને ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હશે કે હવે પધારો! તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?