વરસાદની રાહ કાગડોળે જોવાઈ રહી છે... ક્યારે વરસાદ આવે અને ગરમીથી રાહત મળે.. આ વખતે ચોમાસું જલદી તો આવી ગયું પરંતુ આવતાની સાથે જ તે નબળું પડી ગયું હોય તેવું લાગે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવવાની આગાહી કરવામાં આવવી જોઈએ ત્યાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, નવસારી, છોટા ઉદેપુર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આખા રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવું લાગતું હતું પરંતુ..
ચોમાસું તો ગુજરાતમાં આ વખતે વહેલું આવી ગયું પરંતુ આવતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું.. ચોમાસાનું આગમન થતા લોકો ખુશ થઈ ગયા હતા કે ગરમીથી છુટકારો મળશે.. ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા જેને લઈ વરસાદની રાહ જોવાઈ રહી હતી. ચોમાસું જલ્દી આવ્યું એટલે થતું હતું કે આખા રાજ્યમાં વરસાદી માહોલ જામશે પરંતુ તેવું કંઈ થયું નહીં. માત્ર થોડા જ વિસ્તારોમાં વરસાદ આવ્યો.. સારો વરસાદ ના થવાને કારણે લોકો બફારાથી કંટાળી ગયા છે. વરસાદ ખેંચાઈ જવાને કારણે જગતના તાત ચિંતિત થઈ ગયા છે.
23 તારીખ દરમિયાન અહીંયા આવી શકે છે વરસાદ
23 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદરમાં હળવો વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ. ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 24 તારીખ માટેની આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
24 તારીખે અહીંયા વરસી શકે છે વરસાદ
આગાહી અનુસાર મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ,જૂનાગઢ. ભાવનગર, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા, પાટણ, કચ્છ. મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.
આ તારીખો દરમિયાન અહીંયા માટે કરાઈ વરસાદની આગાહી
25 તેમજ 26 તારીખની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. તે સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે.
ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
સૌથી વધાર વરસાદ ભાવનગરના વલ્લભીપુરમાં 37 એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે બોટાદના રણપુરમાં 22 એમએમ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 20એમએમ વરસાદ જ્યારે ભાવનગરના ઉમરાલામાં 19 એમએમ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 10 એમએમ જ્યારે સુરેન્દ્રનગરના ચુડામાં 19 એમએમ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય અનેક જગ્યાઓ પર વરસાદ વરસ્યો હતો. તમારે ત્યાં વાદળછાયું વાતાવરણ છે, ગરમી છે કે પછી વરસાદ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..