ગુજરાતમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે.. વરસાદી માહોલ ફૂલ જામ્યો છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મેઘાની જોરદાર બેટિંગ અનેક જગ્યાઓ પર જોવા મળી રહી છે. જૂનાગઢ તેમજ દ્વારકામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાત્રીના સમયે જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
ગઈકાલે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું સાથે સાથે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું ત્યારે આજે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર,જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા.
ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો રાજ્યના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના વંથલીમાં વરસ્યો છે, 350 એમએમ વરસાદ વરસ્યો છે.. વિસાવદરમાં 328 એમએમ વરસાદ જ્યારે જૂનાગઢના 288 એમએમ ઉપરાંત કેશોદમાં 248 એમએમ વરસાદ વરસ્યો છે. માણાવદરમાં 219 એમએમ જ્યારે મેંદરડામાં 182 એમએમ વરસાદ વરસ્યો છે.
અનેક જગ્યાઓથી સામે આવી મેઘકહેરની તસવીર
મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. મેઘકહેરની તસવીરો અનેક જગ્યાઓથી સામે આવી છે.. અનેક જગ્યાઓ પર માત્ર થોડા કલાક પડેલા વરસાદે ભૂવા પાડી દીધા છે.. ત્યારે તમારા વિસ્તારમાં કેવો માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો..