ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને આગમી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. 26 તારીખ સુધી રાજ્યના અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા... અમદાવાદ અને ગાંધીનગર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
રાત્રે પણ થાય છે ગરમીનો અહેસાસ
ચામડી દાઝી જાય તેવી ગરમી પડી રહી છે.. સૂર્યનારાયણ ભગવાનને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તમે ખમ્મા કરો.. કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ થઈ રહ્યો છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીએ માઝા મૂકી છે.. ગુજરાત તો જાણે અગન ભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાત્રે પણ ગરમીનો ભયંકર અહેસાસ થાય છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..
આ વિસ્તારમાં રહેતા લોકો થઈ જજો સાવધાન!
26 તારીખ સુધી હવામાન કેવું રહેશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે ઉપરાંત ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ , બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટનો સમાવેશ થાય છે.. દરિયા કિનારે આવેલા વિસ્તારોનું હવામાન ગરમ અને ભેજવાળું રહેશે..
કેન્દ્રીય આરોગ્ચ મંત્રાલય દ્વારા બહાર પડાઈ ગાઈડલાઈન્સ
મહત્વનું છે ગરમી વધવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ઈમરજન્સી કોલમાં અનેક ઘણો વધારો થયો છે. અનેક લોકોના મૃત્યુ પણ બિમાર પડવાને કારણે થયા.. ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.. ઉનાળામાં જેટલું બને તેટલું વધારે પાણી પીવું જોઈએ જેથી બોડીમાં પાણીનું પ્રમાણ ઘટી ના જાય...