રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં આ વરસાદી માહોલ હજી પણ વધારે જામશે.. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. આજ અને આવતીકાલ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. આગામી થોડા કલાકો માટે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મોરબી, જામનગર, રાજકોટ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે... તે ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, વલસાડ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
વરસાદને કારણે જગતના તાતની ઘટી ચિંતા
તે ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી., ભાવનગર, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.. મહત્વનું છે કે વરસાદી માહોલ જામતા જગતના તાતની ચિંતા ઘટી છે.. ખુશખુશાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે 2 જુલાઈ સુધીની આગાહી કરી છે.