ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ગરમીથી રાહત મળી છે.. પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..
16 તારીખ બાદ વધશે તાપમાનનો પારો!
એક તરફ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા. ચોમાસું ક્યારે આવશે તેની રાહ જોતા હતા ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો ઘટી ગયો અને ગરમીથી લોકોને રાહત મળી.. આગામી ત્રણ દિવસ દરમિયાન પણ કમોસમી વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. 16 તારીખ સુધી તો આવું વાતાવરણ રહેશે પરંતુ તે બાદ ગરમી વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.
કઈ જગ્યાઓ પર થશે ગરમીનો અહેસાસ?
17 તારીખ બાદ અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.. અમદાવાદ, ગાંધીનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર, દાહોદ, કપડવંજ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, ખેડા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ભયંકર ઉંચો જઈ શકે છે તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 17થી 22 તારીખ દરમિયાન ભયંકર ગરમી સહન કરવી પડશે..