ગુજરાતમાં હાલ જાણે ચોમાસાએ દસ્તક લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે.. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમીથી રાહત મળી છે.. ચોમાસું સત્તાવાર બેસે તેની પહેલા વરસાદનું આગમન થઈ ગયું છે. આગામી થોડા કલાકોની અંદર ચોમાસું ગુજરાતમા પધારી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. રવિવારે અનેક જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે..
ગરમીએ તોડ્યા અનેક વર્ષોના રેકોર્ડ
કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે કારણ કે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. ગરમીએ આ વખતે અનેક રેકોર્ડ તોડી દીધા. 40 ડિગ્રીની ઉપર અનેક જગ્યાઓનું તાપમાન નોંધાયું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે. આગામી દિવસો દરમિયાન અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે..
ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી?
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે એટલે 11 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ. અમેરલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 12 તારીખ માટે કરાયેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદ વરસી શકે છે. 13 તારીખની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ. નવસારી, અમરેલી, ભાવનગરમાં વરસાદ આવી શકે છે. 14 તારીખે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 15,16 તારીખની વાત કરીએ તો ગીરસોમનાથ, અમરેલી, વલસાડ, નવસારી, દમણમાં વરસાદ વરસી શકે છે.