રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.. સાર્વત્રિક વરસાદની આગાહી નથી કરવામાં આવી.. સમય કરતા પહેલા આ વખતે ચોમાસું બેસી ગયું છે પરંતુ આવતાની સાથે જ નબળું પડી ગયું. જેને કારણે વરસાદ નથી વરસી રહ્યો જેને કારણે ગરમીથી રાહત મળે.. થોડા સમય માટે વરસાદ વરસે છે જેને કારણે બફારાનું પ્રમાણ વધી જાય છે.. ઉકળાટ વધે છે.. પરંતુ આવનાર દિવસોમાં સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશ, ક્યાં વરસાદ આવશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે...
આવતી કાલે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ
એક સમય હતો જ્યારે ગરમીથી લોકો ત્રાસી ગયા હતા, પરંતુ હવે લોકો ગરમીની સાથે સાથે બફારાને કારણે કંટાળી ગયા છે.. બફારાને કારણે ઉકળાટ વધ્યો છે. પહેલા લોકો વરસાદની રાહ જોતા હતા હવે એવા વરસાદની રાહ જોવે છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતી કાલે એટલે કે 16મી તારીખે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ?
તે સિવાય 17 તારીખ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. તે સિવાય 19 તેમજ 20 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે.