રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે અનેક વિસ્તારો એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે, ક્યાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા તો કરવામાં આવી છે પરંતુ હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે.. અંબાલાલ કાકાએ આગાહી કરતા કહ્યું કે 17થી 22 જુન સુધીમાં રાજ્યમાં સારો વરસાદ થશે. સાર્વત્રિક વરસાદ જોવા મળશે.
વરસાદને લઈ શું કરી અંબાલાલ પટેલે આગાહી?
વરસાદ ક્યારે આવશે તે જાણવાની ઈચ્છા દરેક લોકોને હોય છે. સારો વરસાદ ક્યારે આવશે તે જાણવાની ઈચ્છા લોકોને હોય છે. હવામાન વિભાગની આગાહીની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર પણ લોકો ધ્યાન આપે છે. આવનાર દિવસોમાં ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે 19 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેને કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે. ના માત્ર અરબી સમુદ્રમાં પરંતુ બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે તેવી વાત તેમણે કરી હતી..
આ જગ્યાઓ પર આવી શકે છે વરસાદ
વધુમાં તેમણે જણાવ્યું કે 28 જૂન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, કપડવંજ, ખંભાત, પંચમહાલ માટે વરસાદની આગાહી કરી છે. તે સિવાય સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 18 તારીખ માટે આપવામાં આવેલી આગાહી અનુસાર જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી?
તે સિવાય 19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે.. 20 તારીખે ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે.
પ્રિ મોનસુન કામગીરીની ખુલી જાય છે પોલ!
21 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે જ્યારે વલસાડ, દાદરા નગર હવેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વરસાદ પડતાં જ પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલી જા. છે.. અનેક જગ્યાઓથી એવા વીડિયો સામે આવ્યા જેમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.