Gujarat Weather - જાણો કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-09 18:44:30

એક સમય હતો જ્યારે લોકો ચોમાસાની રાહ જોતા હતા... આ વખતનું ચોમાસું લાંબુ ચાલ્યું.. વરસાદે જતા જતા ધધબાટી બોલાવી હતી જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.. પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે... ખેડૂતો પાયમાલ થઈ ગયા છે...ચોમાસું ક્યારે વિદાય લેશે તેની રાહ ખેડૂતો જોતા હતા... શિયાળાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે... રવિ પાકનું વાવેતર કરવાની રાહ જોવાઈ રહી છે... ત્યારે શિયાળો ક્યારે શરૂ થશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે...

આવનાર દિવસોમાં આવી શકે છે ચક્રવાત!

અંબાલાલ પટેલે ના માત્ર શિયાળાની આગાહી કરી છે પરંતુ આવનાર દિવસોમાં માવઠાની પણ આગાહી કરી છે... શિયાળાના આગમન પહેલા વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે... આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી કાતિલ ઠંડીનો અહેસાસ નહીં થાય.. તે ઉપરાંત પશ્ચિમી વિક્ષેપો સાથે અરબ સાગરના ચક્રવાતી પવનો ફૂંકાય, તો માવઠું પણ થઈ શકે છે... તે ઉપરાંત 18થી 24 નવેમ્બરની આસપાસ વધુ એક ચક્રવાત  આવવાની સંભાવના પણ રહી છે...


આ તારીખ દરમિયાન પડી શકે છે કડકડતી ઠંડી

શિયાળાની વાત કરતા તેમણે જણાવ્યું કે ડિસેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે... 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... મહત્વનું છે કે સામાન્ય રીતે આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે... બપોરે બહાર નિકળીએ તો લાગે કે ઉનાળો જ ચાલી રહ્યો છે...   



કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...

ચોમાસું ક્યારે વિદાય તેની રાહ ખેડૂતો જોતા હતા... શિયાળાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે... રવિ પાકનું વાવેતર કરવાની રાહ જોવાઈ રહી છે... ત્યારે શિયાળો ક્યારે શરૂ થશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે...

સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના... અનેક લોકો પૈસાને જ પરમેશ્વર માનતા હોય છે જ્યારે અનેક લોકો એવા હોય છે નાના લોકો સાથે સંબંધ રાખવામાં પણ માને છે...