ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે તો ક્યાંક ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામા આવી છે જે મુજબ અનેક વિસ્તારોમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં નોંધાયો છે. વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં વરસાદ વરસી શકે છે?
આ વખતનો ઉનાળો આકરો સાબિત થયો હતો. કાળઝાળ ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી ગયા, હીટ સ્ટ્રોકના કિસ્સાઓમાં વધારો થયો. પરંતુ ધીમે ધીમે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસાનું આગમન થતા અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.. હવામાન વિભાગે અનેક જગ્યાઓ માટે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, છોટા ઉદેપુર તેમજ કચ્છમાં વરસાદ વરસી શકે છે.
21 તારીખ સુધી આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે..
તે સિવાય 19 તારીખ તેમજ 20 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે હળવાથી મધ્યમ વરસાદ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ભાવનગરમાં વરસી શકે છે.. 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ તેમજ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દિવ-દમણ, નર્મદા, સુરત, નવસારી, ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
રાજ્યના મોટા ભાગમાં વરસાદની કરાઈ આગાહી
22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ અમરેલી, જૂનાગઢ. ગીર સોમનાથ, ભાવનગરમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 23મી તારીખની વાત કરીએ તો રાજ્યના મોટા ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, સુરત, ભરૂચ. તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, તે સિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છુટો છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો?
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો અમરેલીના બાબરા તાલુકામાં 42 એમએમ વરસાદ વરસ્યો જ્યારે ભાવનગરના ધારીયામાં 29 એમએમ વરસાદ વરસ્યો છે. અમરેલીના લિલિઆમાં 25 એમએમ વરસાદ થયો છે જ્યારે છોટા ઉદેપુરના ક્વાંટમાં 25 એમએમ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉંબેરગાવમાં 21 એમએમ વરસાદ થયો છે. નર્મદાના નાંદોદમાં 20 એમએમ વરસાદ વરસ્યો છે. અમરેલીના લાઠીમાં 15 એમએમ વરસાદ થયો છે જ્યારે કચ્છના માંડવીમાં 15 એમએમ વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળો પર વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.