રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમીનો મારો સહન કરવો પડી રહ્યો છે. ઉનાળાના વચ્ચે આવેલો કમોસમી વરસાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસારીને ગયો. તાપમાનનો પારો ઘટ્યો હતો પરંતુ તે હવે વધારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવું લાગે છે... આ વખતનો ઉનાળો કપરો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ રહી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ બે દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરાઈ છે....
જાણો કેવું રહેશે આગામી દિવસોમાં વાતાવરણ?
કાળઝાળ ગરમી કોને કહેવાય તેનો અહેસાસ ગુજરાતીઓને થોડા સમયથી થઈ રહ્યો છે.. આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે... ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આપણે જોઈ રહ્યા છીએ.. પરંતુ આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી રાહત નહીં મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક ભાગોમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..
ક્યાં માટે કરાઈ હિટવેવની આગાહી?
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ માટે પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની વોર્નિંગ છે. તે સિવાય દીવ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે... મહત્વનું છે કે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..
રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.5 ડિગ્રી, જ્યારે ડીસામાં 39.0 ડિગ્રી, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી, સુરતનું તાપમાન 39.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીનું તાપમાન 41.0 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે..