ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે વિશેની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે... આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
તે ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.. તે સિવાય આવતી કાલ એટલે કે ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભાવનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.





આ વિસ્તારોમાં નોંધાયો આટલા ઈંચ વરસાદ
મહત્વનું છે કે રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વલસાડના વાપીમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.5 ઈંચ, પારડી 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયા તેમજ નવસારીમાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય રાજ્યના 10 જેટલા તાલુકા એવા છે જ્યાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.. અમદાવાદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..