Gujarat Weather - જાણો કયા વિસ્તાર માટે હવામાન વિભાગે આપ્યું Red Alert, Orange Alert અને Yellow Alert. જાણો કેવું રહેશે હવામાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-22 14:57:49

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 


ક્યાં માટે શું કરવામાં આવી આગાહી? 

બીજા વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ. રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં છુટો છવાયો વરસાદ થઈ શકે છે.

Image

Image


24 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ?

23 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી તેમજ ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાયના મુખ્યત્વેના ભાગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય 24 તારીખ માટે કરેલી આગાહી અનુસાર અમરેલી, ગીર સોમનાથ, નવસરી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 



26 તારીખ માટે કરવામાં આવી આ આગાહી

તે સિવાય જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 26 તારીખે અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 

Image


Image


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?