ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કોઈ વિસ્તારમાં વરસાદ હોય છે તો કોઈ વિસ્તારમાં વરસાદ નથી હોતો.. વરસાદી ઝાપટાનો અહેસાસ રાજ્યના અનેક શહેરોમાં થાય છે.. એક સમય હતો કે મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હતું.કોઈ જગ્યા માટે રેડ તો કોઈના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે માત્ર થોડા વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવે છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે આપી છે.
આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ
રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આવનાર બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સૂચના
આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.. સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે કોરૂં છે તે અમને કમેન્ટમાં જણાવજો..