સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભરઉનાળે અષાઢી માહોલ, ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-28 20:06:56

ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવ્યો છે, રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ  અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હજુ પણ આગામી 5 દિવસમાં મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થવાની આગાહી છે. 1 મેએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે. 


સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ


સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ પ્રમાણે જામનગરના કાલાવડમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ કહેર જોવા મળી રહ્યો છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ધોધમાર માવઠું થયું છે. ખાંભાના મોટા સમઢીયાળા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. મોરબી શહેર અને જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘુંટું, મીતાણા, ટંકારા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.


કચ્છમાં પણ વાતાવરણ પલટાયું


કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. આજે પણ કચ્છના ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ખાવડા, મોખાણા, મમુઆરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના રતનાલમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનની સાથે કરાનો વરસાદ વરસ્યો છે.કચ્છમાં માધાપર, કોટડા, નાડાપા ધાણેટીમાં વરસાદ વરસ્યો છે. ડગાળા ગામમાં વરસાદ અને ભારે પવનના કારણે વાતાવરણ તોફાની બન્યું છે. 


ઉત્તર ગુજરાતમાં પણ માવઠું


મહેસાણાનાં બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ પડયો છે. ગાજવીજ અને ભારે પવન સાથે તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાટણના હારીજ માર્કેટ યાર્ડની બેદરકારીને કારણે યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં. જીરૂ. ચણા તેમજ એરંડાનો પાક પલળ્યો છે. હારીજ અને સમી પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. પવન સાથે પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...