ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. બે દિવસ માટે વરસાદનું જોર થોડું ઘટ્યું હતું પરંતુ ફરીથી રાજ્યમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મેઘસવારી પહોંચી ગઈ છે. આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે પાંચથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
આજ સવારથી જામ્યો છે વરસાદી માહોલ
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી.
આ તારીખો દરમિયાન આવી શકે છે વરસાદ!
આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 10મી ઓગસ્ટ તથા 11થી 17 તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટાંઓની સાથે વરસાદ થશે. આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે.
તમારે ત્યાં કેવો છે માહોલ?
મહત્વનું છે કે આ વખતે ચોમાસાની પેટન એકદમ અલગ જોવા મળી હતી. જ્યાં હતો ત્યાં ખુબ વરસાદ હતો અને જ્યાં વરસાદ ના હતો ત્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા હતા. દ્વારકા, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો..