Gujarat Weather - રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ આપવામાં આવ્યું, જાણો શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-08-24 18:30:53

ગુજરાતમાં ફરીથી ચોમાસાની સિઝન જામી છે. ફરીથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.. એવા વિસ્તારો જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં રહેતા લોકો પ્રતિક્ષામાં હતા કે ક્યારે વરસાદ આવશે? હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે.. અનેક વિસ્તારો માટે યલો, ઓરેન્જ અથવા તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 



 આજે આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ દાહેર કરવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારોમાં રહેતા લોકોએ રહેવું પડશે એલર્ટ 

તે ઉપરાંત અમરેલી, ભાવનગર, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. મહીસાગર, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 



ક્યાં માટે કરવામાં આવી આગાહી?

26 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દાહોદ સહિતના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 27 તારીખની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, ભાવનગર, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


પાણી ભરાઈ જવાને કારણે લોકો થયા પરેશાન

તે ઉપરાંત ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 28 તારીખે પણ અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા ગહતા. જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.. મહત્વનું છે કે પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. લોકો અટવાઈ ગયા હતા. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?