રાજ્યમાં હજુ પણ હાંડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાત્રે તથા વહેલી સવારે કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે. અકળાવી નાખે તેવી ગરમી પડે તેવી સંભાવના હજું ઓછી છે. રાજ્યમાં રાત્રીના સમયે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે, જોકે, ધીરે-ધીરે તાપમાનનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે.
નલિયા ટાઢુંબોળ
નલિયામાં 2 ફેબ્રુઆરીએ રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. રાજ્યનું સૌથી ઓછું 4 ડિગ્રી તાપમાન ગુરુવારે નોંધાયું હતું. આ સિવાય કંડલા (એરપોર્ટ)નું લઘુત્તમ તાપમાન 10ની અંદર નોંધાયું હતું. ગાંધીનગ, ભૂજ, ડીસામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15થી ઓછું નોંધાયું હતું.
માર્ચમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે. જો કે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40ની નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.