રાજ્યમાં તાપમાન 5 ડીગ્રી વધવાની આગાહી, અમદાવાદમાં કાલથી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, AMC તંત્રએ આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-09 21:38:17

રાજ્યમાં માવઠાના માર બાદ હવે કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આગાહી મુજબ 10થી 14 મે સુધી અતિ ત્રાસદાયક ગરમી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતાઓ છે. 14મી મે બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


AMCએ જાહેર કરી એડવાઈઝરી


અમદાવાદ શહેરમાં પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે નાગરિકોએ શું કાળજી રાખવી તે અંગે એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી બચવા માટે સલાહ આપવામાં આવી છે. મ્યુની તંત્રએ અમદાવાદીઓને ગરમીમાં બહાર ન નિકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા માટે જણાવ્યું છે કે, વધુ પ્રમાણામાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા, ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું સહિતની સુચના આપવામાં આવી છે. મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ORSનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. 


આ જિલ્લાઓમાં પણ તાપમાન વધશે


ગુજરાતના જિલ્લાઓ સહિત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યાં તાપમાન વધીને 42-44 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધીને 40 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં પણ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અહીં ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?