રાજ્યમાં સીઝનનો 102 ટકા વરસાદ, આગામી 4 દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી, અંબાલાલ પટેલે પણ કરી આ ચોંકાવનારી આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-22 22:02:27

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે, તમામ ભાગોમાં સાર્વત્રિક મેઘ મહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હાલ મેઘરાજા થોડા શાંત જોવા મળી રહ્યા છે. જો કે હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ પાસે પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવતી કાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન


ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. એ મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાઇક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે એ લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને એ ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે એવી શક્યતા જણાઈ રહી છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. તા. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.


આવતી કાલે આ જિલ્લાઓમાં મેઘ મહેર


હવામાન વિભાગે આવતી કાલ માટે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતી કાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના સંકેત મુજબ દાહોદ અને વડોદરામાં આવતી કાલે ભારે  વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.


અંબાલાલ પટેલે શું આગાહી કરી?


રાજ્યમાં આગામી ઓક્ટોબર માસમાં વરસાદની શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 15ઓક્ટોબરની નવરાત્રિ શરૂ થઇ રહી છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. નવરાત્રિ માટે ગરબા ક્લાસિસમાં પણ ખૈલૈયા અવનવા સ્ટેપ સાથે રમવા માટે પ્રેકટિસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ખૈલેયાને ચિંતા સતાવી રહી છે કે, શું નવરાત્રિ સમયે વરસાદ વિઘ્નરૂપ બનશે અંબાલાલે ઓક્ટોબરમાં ખાસ કરીને નવરાત્રી પણ વરસાદની સ્થિતિને લઇને આગાહી કરી છે.  હવામાન  નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે,  બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે. ખાસ કરીને 2જી ઓક્ટોબરથી વરસાદનું જોર થોડું વધી શકે છે. જે સ્થિતિ 18 ઓક્ટોબર સુધી રહી શકે છે, અંબાલાલના અનુમાન મુજબ નવરાત્રિમાં મધ્યમથી ભારે વરસાદ કેટલાક જિલ્લામાં પડી શકે છે તો આ વર્ષે દિવાળીમાં પણ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?