છેલ્લા એક બે દિવસથી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માવઠાની આગાહી કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે તેવી માહિતી સામે આવી છે. દ્વારકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
દ્વારકાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ!
ડિસેમ્બર મહિનામાં માવઠાને કારણે ઠંડીનો અનુભવ વધારે થયો હતો. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અનેક જગ્યાનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડા દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ફ્રેબ્રુઆરી મહિનામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો નોંધાયો છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. દ્વારકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા
આવનાર સમયમાં ઠંડીમાંથી હજી વધારે રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન વધ્યું છે જેને કારણે ઠંડીમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું